ONLY MUSIC

Tuesday, March 26, 2013

નયન ઉઠાવો તો થાય સવાર.



સાંજ-સવાર.






નયન  ઉઠાવો તો થાય સવાર ને, નયન ઝુકાવો તો સાંજ..!

પાંપણ   માંહે, મનગમતી   ગઝલ, કલમ  ઉઠાવો તો આજ,

નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ..!

.........નયન ઝુકાવો તો સાંજ..!

અંતરા-૧.

પ્રબળ આવેગ થઈ પ્રેમ ઝૂરેને, સ્મરણ ઝૂરે દિન-રાત,

દર્પણ  માંહે, અણગમતી રસમ, કવચ ફગાવો તો રાજ.

નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,

.........નયન ઝુકાવો તો સાંજ..!

અંતરા-૨.

અધરામૃતના પુર ઉમટે ને, થાય એકરસ ઉભય ઘાટ,

આપણ બંને આકંઠ તરસ્યાં, તરસ  છિપાવો તો રાજ.

નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,

.........નયન  ઝુકાવો  તો  સાંજ..!

અંતરા-૩.

દુર-સુદુરના ભેદ ભૂલી વહે, સ્મિત મધુર  દિન-રાત.

રગરગ  માંહે, રસઝરતી છબી, સ્મિત મઢાવો તો રાજ.

નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,

.........નયન  ઝુકાવો  તો  સાંજ..!

અંતરા-૪.

રાય ને રંકના ત્યજીને તમાશા, કુપાત્રે ન દઈશ દાન,

તાસક માંહે સળગશે સુરાહી, મયપાન કરાવો તો રાજ. 

નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,

પાંપણ માંહે, મનગમતી ગઝલને, કલમ ઉઠાવો તો આજ,

નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,

.........નયન  ઝુકાવો  તો  સાંજ..!

© માર્કંડ દવે.તા.૧૪-૦૯-૨૦૧૧.

2 comments:

  1. Replies
    1. શ્રીપાઠકસાહેબ,
      આપનો ખૂબ-ખૂબ આભાર.

      Delete